અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા જિલ્લા પંચાયત મિટિંગ હોલ ખાતે ‘સ્વાસ્થ્ય પરિષદ જનસંવાદ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા, પ્રાંત અધિકારી નાકિયા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો હતો. ખાસ કરીને માતા અને બાળકના સ્વાસ્થ્ય, બાળ-મરણ અને માતા-મરણ અટકાવવા જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.







































