અમરેલી શહેરનાં લાઠી રોડ ઉપર આવેલા ગીરધરનગર સોસાયટીમાં માલતીબેન ભુવાએ ત્રણ ચાર દિવસ પહેલા મંદિરનાં પાછળના ભાગ જમીનમાં શિવલીંગ છે. અને તેને બહાર કાઢવા ધુણીને બહાર કાઢયું હતું. તેમના તરફ આદરભાવ ધરાવતા લોકોએ હનુમાન મંદિરના સામે જમીન ખોદવાનું શરૂ કર્યું તો તેમને સ્વયંભુ શિવલીંગ દેખાયું હતું. અને તેનુ મંદિર બનાવવાનું નક્કી થયું. આ ઘટનાની જાણ વિજ્ઞાનજાથાને થતાં તેમણે શિવલીંગ સંબંધિત ખરાઈ કરતા આ નર્યુતુત હોવાનું સામે આવ્યું હતું. વિજ્ઞાનજાથાની કાર્યવાહી દરમીયાન ૧પ પોલીસનો સ્ટાફ સુરક્ષા માટે હાજર રહ્યો હતો.
આભાર – નિહારીકા રવિયા