‘સ્વદેશી અપનાવો’ અભિયાન અન્વયે અમરેલીમાં એપેક્ષ સ્કૂલના બાળકોએ અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. એપેક્ષ સ્કૂલના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ શહેરના ૭૫ મોટા વેપારીઓને ત્યાં રૂબરું મુલાકાત લીધી હતી. સાથે વિદ્યાર્થીઓેએ વેપારીઓને CERTIFICATION OF APPRECIATION પણ આપ્યા હતા. એપેક્ષ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની અપીલ કરી હતી.








































