કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ માટે સ્થાનિક નગરપાલિકાઓને પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. આમ છતાં પાલિકાના જવાબદાર અધિકારી અને સત્તાધિશોની ઘોર બેદરકારીના કારણે અમરેલી શહેરમાં ગમે ત્યાં કચરાના ઢગલાઓ જાવા મળતા સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે. અમરેલી શહેરમાં સફાઇ કામદારોને જાણે ઠંડી લાગી હોય તેમ સાફ સફાઇ કરવામાં ઉણા ઉતરતા હોવાથી સફાઇના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં રોગચાળો ફેલાય તે પહેલા શહેરની સાફસફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.