અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું તા. ૨૮-૬-૨૦૨૫ના રોજ યોજાશે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી ૧૫ દીકરીઓના સમુહ લગ્ન ભવ્ય રીતે યોજાશે. આ સમૂહ લગ્નના સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પુરુષોત્તમભાઈ અને. મકવાણા, ભીખુભાઈ પી. મકવાણા, રમેશભાઈ આર. ડાભી, રતનબેન આર. બલદાણીયા, ભાવેશભાઈ જી. વાઘેલા, જગદીશભાઈ એમ. ચાવડા, શંભુભાઈ ટી. માલકીયા, શંભુભાઈ જે. મકવાણા, મનિષભાઈ એ. અગ્રાવત, નારણભાઈ બી. મકવાણા, રાજુભાઈ એસ. પરમાર, પુરુષોત્તમભાઈ જી. પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.