અમરેલીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. પુત્રવધૂએ કરેલી ચોરીના મનદુઃખમાં સાસુ-સસરાને ફટકારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે મુકેશભાઈ બાબુબાઈ સરવૈયા (ઉ.વ.૬૦)એ નિલેશભાઈ મહેશભાઈ ગઢવી, ચંપુભાઈ દરબાર અડતાળા તથા લાલો ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની પુત્રવધૂએ પાંચ મહિના પહેલા નિલેશભાઈ ગઢવીના ઘરમાં ચોરી કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ આવી તેમને તથા તેના પત્નીને ગાળો આપી હતી. તેમજ છરી વડે આંખના નેણ પર ઈજા પહોચાડી હતી. દંપતીને પાઇપ વડે માર માર્યો હતો, તેમજ બે મોબાઇલ ફોન તોડી નાખ્યા હતા. ટુ હીલ પણ તોડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ભુપતભાઈ આસોદરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































