અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા “ઓપરેશન સિંદૂર” થીમ સાથે ગણેશોત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વિÎનહર્તા શ્રી ગજાનન ગણપતિ દાદાની સાંજની આરતીનું આયોજન થયું હતું. આ પ્રસંગે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ડી.ડી.ઓ. પરીમલ પંડ્‌યા તેમજ લાયન્સ ક્લબ સિટી મેઇન, રોટરી ક્લબ સિટી મેઇન ગીર, તેજસ્વિની ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીની પૂજામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશ સંઘાણીના નેતૃત્વમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કલેક્ટર તથા ડી.ડી.ઓ.એ આ સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ મહોત્સવને “ઓપરેશન સિંદૂર” થીમ સાથે જીવંત બનાવવા દિલીપસિંહ ઠાકોર, ભાવેશ કાબરિયા, જીતુભાઇ બથવાર, મુકુંદભાઇ મહેતા, અંકુર માવદિયા, સાગર ગેડિયા, પ્રશાંત પરમાર, નિખિલ આસર, પૃથ્વી લેઉવા, સહદેવ મકવાણા, મુકેશ ડોબરિયા, હરેશ સુખડીયા, મુકેશ ચૌહાણ, કાળુભાઇ અકબરી, પ્રજ્ઞેશ બાજક સહિતની વિશાળ ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.