અમરેલી શહેરમાં આવેલા છેવાડાનાં વિસ્તારમાં સામુદ્રી માતાજીનું મંદિર આવેલું છે. ત્યારે આ મંદિર પાસે દરરોજ લોહીવાળું પાણી આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલીનાં બહારપરા વિસ્તારમાં સામુદ્રી માતાજીનું મંદિર તેમજ રહેણાંક વિસ્તાર આવેલો હોય ત્યારે આ સ્થળની નજીક લોહીવાળું પાણી આવતું હોવાથી રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. સામુદ્રી માતાજીનાં મદિરે ભાવિકો આવતા હોય ત્યારે લોહીવાળું પાણી દેખાતું હોવાથી ભાવિકોમાં પણ આક્રોશ ફેલાયો છે. દિવાળીનો પર્વ હોય ત્યારે અનેક ભાવિકો મંદિરે આવે છે ત્યારે આ લોહીવાળું પાણી કયાંથી આવે છે તેની તપાસ કરવા ભાવિકોએ માંગ કરી છે.