અમરેલીમાં રહેતા એક સામાજીક કાર્યકરને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે વસંતભાઈ ડાયાભાઈ ચાવડાએ ચિતલમાં રહેતા પિન્ટુભાઈ ભીખાભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદને આરોપીએ મોબાઈલ ફોનમાં બેફામ ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.