સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા ૧૯ નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે અભિયાન જાહેર કરેલ હતું. આ કાર્યક્રમનું સુચારુ અમલીકરણ થાય તે માટે સાંસદ ભરતભાઇ સુતરીયાએ સૂચનો કર્યા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી ‘આપણું શૌચાલયઃ આપણું ભવિષ્ય’ અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં ૧૦ ડિસેમ્બર (માનવ અધિકાર દિવસ) સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલી ઉ૫રાંત જિલ્લા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. અને સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકારની સહાયથી શૌચાલય બનાવવા ત્રણ લાભાર્થીઓને વહીવટી મંજૂરીના હુકમો એનાયત કરાયા હતા .