અમરેલી લોકસભા મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને સુવિધા માટે જૂના માર્કેટ યાર્ડ ખાતે નૂતન ‘સમર્પણ કાર્યાલય’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું હતું.આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, સંગઠન હંમેશા પ્રજાની વચ્ચે રહીને સેવા કરવામાં માને છે અને આ કાર્યાલય છેવાડાના માનવીનો અવાજ સાંભળવાનું કેન્દ્ર બનશે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ઉમેર્યું કે, સ્થાનિક લોકોને વહીવટી કાર્યો અને રજૂઆતો માટે ગાંધીનગર કે દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાયો છે.કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત મહામંત્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.










































