હવામાન વિભાગની આગાહી મુજબ ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લાં સાત દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શુક્રવારે અમરેલીમાં ભારે ગરમી બાદ સાંજના સુમારે અચાનક જ જારદાર વરસાદી ઝાપટુ પડયુ હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન ગયુ છે. હજુ આગામી દિવસો સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જા કે અઠવાડીયા પછી તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.