અમરેલીમાં અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે રામાણી નગર પાસે આવેલ લોહપુરૂષ સરદાર પાર્ક ખાતે સરદાર પટેલ ગૃપનાં સ્થાપક અધ્યક્ષ મનિષભાઈ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગૃપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સરદાર પટેલ ગૃપના કલ્પેશભાઈ કાછડીયા, કૌશલભાઈ રામાણી, હિતેષભાઈ સોજીત્રા, જયરાજભાઈ રાઠોડ, મેહુલભાઈ નાકરાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ દાફડા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.