અમરેલીમાં આજરોજ દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે સરદાર ચોક પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગજેરાપરા પટેલવાડી ખાતે ૪૦૦થી વધારે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે લેઉવા પટેલ સમાજના રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો હાજર રહ્યાં હતાં. જેમાં નારણભાઇ કાછડીયા, કૌશીકભાઇ વેકરીયા, ડી.કે. રૈયાણી, શરદભાઇ ધાનાણી, વિ.વિ. વઘાસીયા, હિરેનભાઇ હિરપરા, શરદભાઇ લાખાણી, રેખાબેન મોવલીયા, મનીષાબેન રામાણી,કોમલબેન રામાણી, ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, મનીષભાઈ ભંડેરી, રાજેશભાઇ કાબરીયા, મેહુલભાઇ ધોરાજીયા, જે.પી. સોજીત્રા, લલીતભાઈ ઠુંમર, પીન્ટુભાઇ ધાનાણી વગેરે રાજકીય અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાંતિભાઇ વઘાસીયા, વસંતભાઇ મોવલીયા, મનુભાઇ દેસાઇ, દકુભાઇ ભુવા, લાલજીભાઇ દેસાઇ, હસમુખભાઇ પટેલ, કાળુભાઇ ભંડેરી, જલ્પેશભાઇ મોવલીયા, સુરેશભાઇ દેસાઇ, કાળુભાઇ સુહાગીયા, ચતુરભાઇ ખુંટ, ડો.જી.જે.ગજેરા, મુળજીભાઇ પાનેલીયા, નારણભાઇ ડોબરીયા, નંદલાલભાઇ ભડકણ, કાળુભાઇ કાછડીયા, રમેશભાઇ બાબરીયા, ભુપતભાઇ સાવલીયા, જતીનભાઇ સુખડીયા, રાજુભાઇ ઝાલાવડીયા, ભરતભાઇ બાવીશી, શિવલાલભાઇ હપાણી, બાબુભાઇ ચોવટીયા, ભરતભાઇ ચકરાણી, કાળુભાઇ ધામી, બાલાભાઇ વઘાસીયા, સી.પી. ગોંડલીયા, ગોપાલભાઇ કચ્છી, જગદીશભાઇ તળાવીયા, ભીખાભાઇ કાબરીયા, રાજેશભાઇ માંગરોળીયા, પંકજભાઇ ધાનાણી, ભરતભાઇ કાનાણી, કૌશલભાઇ ભીમાણી, હાર્દિકભાઇ સેંજલીયા, સંજયભાઇ રામાણી, પી.પી. પડસાલા, રાજુભાઇ ફીણવીયા, જીજ્ઞેશભાઇ રામાણી, મગનભાઇ કાબરીયા, સંદિપભાઇ ધાનાણી, દિવ્યેશભાઇ વેકરીયા, પી.સી.દુધાત, કૌશીકભાઇ હપાણી, નનુભાઇ તળાવીયા, સંજયભાઇ પોકળ, ભરતભાઇ હપાણી, ભરતભાઇ પાનસુરીયા, જયસુખભાઇ મોણપરા, દિપકભાઇ ધાનાણી, સંજયભાઇ માળવીયા સહિતના લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે હાજર રહેલા મહેમાનોનું કાંતિભાઇ વઘાસીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તો કાર્યક્રમની આભારવિધિ હસમુખભાઇ પટેલે કરી હતી. કાર્ક્રમનું સંચાલન ભરતભાઇ બાવીશીએ કરેલ હતું.