અમરેલી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી નિવૃત્ત થતા એ.પી.પી. એસ.પી. મન્સૂરીને વકીલવૃંદ દ્વારા વિદાય આપવામાં આવી. વિદાય સમારંભમાં જિલ્લા મુખ્ય સરકારી વકીલ જયેન્દ્રભાઈ રાજ્યગુરુ, મમતાબેન ત્રિવેદી, સેક્રેટરી જે.આર. વાળા, વિમલભાઈ ભટ્ટ અને વિવેકભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના યોગદાનની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.