અમરેલી જિલ્લામાં ફરજ પર હાજર સરકારી કર્મચારી પર ગેરકાયદેસર મંડળી રચીને હુમલો અને પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ફરિયાદ અનુસાર, આ કામના ફરિયાદી જ્યારે પોતાની  કાયદેસરની સરકારી ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ એકસંપ કરીને ગેરકાયદેસર મંડળી બનાવી હતી. નગરપાલિકામાં ફરજ બજાવતા નાનજીભાઇ ઉર્ફે પોપટભાઇ ભીમજીભાઇ ચાવડા (ઉ.વ.૫૬) એ રાજુભાઇ સોલંકી, રાજુભાઇ સોલંકીના પત્ની જ્યોતિબેન, રાજુભાઇ ગફુરભાઇ વાઘેલા, ગફુરભાઇ ભીખાભાઇ વાઘેલા તથા કડવાભાઇ હમીરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદીની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.