ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી-૨૦૨૪ અંતર્ગત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના નવનિયુક્ત શિક્ષકોને આજે અમરેલી ખાતે નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષાધિકારી એમ.બી. ગોહિલ, ઇ.આઇ. ભાવનાબેન પટેલ, આશીષભાઈ જોષી, હરેનભાઈ બગડા, બાબુભાઈ વાઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષકોને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય ઘડતર, સંસ્કારોનું સિંચન અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.









































