અમરેલીમાં આગામી પ-ડિસેમ્બરના રોજ સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળ હનુમાન મંદિર, કૈલાસ મુક્તિધામ સામે આ સમૂહલગ્ન યોજાશે. કોળી શક્તિ યુવક મંડળ દ્વારા યોજાનાર ૩પમા સમૂહ લગ્નમાં રર નવયુગલો પ્રભૂતામાં પગલા માંડશે. આ સમારંભના પ્રમુખ તરીકે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ-ગાંધીનગરના ચેરમેન ભૂપતભાઇ ડાભી રહેશે. જ્યારે મુખ્ય મહેમાન પદે જગદીશભાઇ ધરજીયા, ગોવિંદભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે. લગ્નોત્સવના ઉદ્‌ઘાટક તરીકે હસમુખભાઇ જાંબુકીયા, મોહનભાઇ બારૈયા, શંભુભાઇ, ગોવિંદભાઇ રાઠોડ, અરવિંદભાઇ સાકરીયા, રામજીભાઇ ડાબસરા, જગદીશભાઇ બારૈયા તથા અરવિંદભાઇ રાઠોડ હાજર રહેશે.