અમરેલી શહેરમાં બે વર્ષ પહેલા બનેલી સગીરા પર દુષ્કર્મની ઘટનામાં આજે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સંજય બગડાને દોષિત ઠરાવી ર૦ વર્ષની કેદની સજા સંભળાવી હતી. તેમજ ભોગ બનનારને રૂ. ૬ લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટનો આ ચૂકાદો, આ પ્રકારના અપરાધ આચરનારાઓ માટે
નમુનારૂપ છે.
અમરેલી શહેરમાં વર્ષ ર૦૧૯માં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી અને જે અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં સંજય બગડા નામના શખ્સ સામે ફરિયાદ દર્જ થઇ હતી. તપાસ કરનાર અધિકારી તથા પીપીની દલીલના આધારે નામ. એડી. સેશન્સ (પોક્સો કોર્ટે) આરોપીને ર૦ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.