અમરેલીમાં રહેતા જાનીભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)એ બચુ દેવાભાઈ રાઠોડ તથા ભુટો દેવાભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સરકારી ક્વાર્ટરમાં રહે છે. જેથી તેમના નાના, મોટા ભાઇ આ સરકારી ક્વાર્ટરમાં પોતાનો ભાગ માંગતા હતા અને ક્વાર્ટરમાં રહેવા માંગતા હતા. તેમણે તેમના ભાઇને સરકારી ક્વાર્ટરમાં ભાગ આપવાની તથા રહેવા દેવાની ના પાડતા આરોપીએ લાકડી વતી માર મારી ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.