રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા સંરક્ષણ દળ તથા પોલીસમાં જોડાવા ઇચ્છુક ૧૭.૫ થી ૨૩ વર્ષની ઉંમરના, ધો.૧૦ પાસ પુરુષ ઉમેદવારો માટે અમરેલીમાં ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે. તાલીમમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક તથા લેખિત કસોટીની તૈયારી કરાવવામાં આવશે. અરજી ફોર્મ રોજગાર કચેરી કે @empamreli ટેલિગ્રામ ચેનલ પરથી મળી શકે છે. વધુ માહિતી માટે ફોન ૯૫૧૨૩ ૪૦૫૪૯ પર સંપર્ક કરવો.