અમરેલી ખાતે તા. ૦૮/૧૨ના રોજ સંઘ કાર્યાલયના નિર્માણ માટે નક્કી કરવામાં આવેલી જગ્યા પર એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના સંઘના સ્વયંસેવકો અને સંઘની ભગીની સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવા બનનાર સંઘ કાર્યાલય વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ આ કાર્યાલય વહેલી તકે નિર્માણ પામે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કાર્યવાહક સૌરભભાઈ મકવાણાએ પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્માણ પામનાર કાર્યાલય હિન્દુ સમાજનું પાવર હાઉસ બની રહેશે.’ તેમણે આ કાર્યાલયને હિન્દુ સમાજના વિકાસ અને સંગઠન માટેનું કેન્દ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરું પાડ્‌યું હતું.