અમરેલીમાં સંકુલ રોડ પર ગટરના ઢાંકણા તૂટેલા હોવાથી વાહનચાલકોની સાથે રાહદારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સંકુલ રોડ પર મુખ્યમાર્ગમાં બનેલી ગટરોના ઢાંકણા છેલ્લાં ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે આ બાબતે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા પાલિકાની કામગીરી બાબતે રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.