અમરેલીમાં શ્રવણ પ્રસાદ કેન્દ્ર દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યુ છે. અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા ૧૨૦ જેટલા
વૃદ્ધોને ઘરે બેઠા ટીફીન પહોંચાડવામાં આવે છે. ત્યારે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી તેવા સમયે રાષ્ટ્રના વિકાસ માટે વડીલોને વાહન મારફત લઈ જઇ શહેરના જુદા જુદા વિસ્તારમાં મતદાન કરાવ્યું હતું. ચૂંટણી દરમિયાન ટીફીન સેવાની સાથે સાથે વડીલોને મતદાન કરાવી સેવાકીય કાર્ય હાથ ધર્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં દિકરાના ઘરે આશરો લેતા વડીલોએ પણ જુદા જુદા મતદાન બુથ પર મતદાન કર્યું હતું. શ્રવણ પ્રસાદ કેન્દ્રના સંચાલકો દ્વારા વડીલોને પણ મતદાન કરાવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.