અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ થનાર દેશનાં વીર શહીદોને સિવિલ હોસ્પિટલ ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ડોક્ટરો સહિત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.