અમરેલી શહેરમાં જયાં જિલ્લા પોલીસ વડા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ બિરાજમાન છે તેવા શહેરમાં જ શંકાસ્પદ વ્યક્તિઓના આટાફેરાથી સવાલો ઉભા થયા છે. પોલીસ શંકાસ્પદ શખ્સોની હિલચાલ સામે કોઈ કામગીરી કરતી ન હોવાનું સામે આવતા પોલીસ સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલીમાં તાજેતરમાં જ બનેલી બે ઘટનાઓે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં શહેરના હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા શંકાસ્પદ હિલચાલ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકોએ શંકાસ્પદ રીતે હિલચાલ કરતા એક શખ્સને ઝડપી પાડી જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ પુરી કરી હતી. અમરેલીના ચક્કરગઢ રોડ,
અમૃતધારા સોસાયટીમાં અજાણ્યો શખ્સ શંકાસ્પદ રીતે આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણકારી આપી હતી અને જયાં સુધી પોલીસ સ્થળ પર પહોંચી નહી ત્યાં સુધી જાગૃત નાગરિકોએ અજાણ્યા શખ્સને પકડી રાખ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચતા નાગરિકોએ અજાણ્યા માણસને પોલીસને સોંપ્યો હતો. અને પોલીસે ફક્ત આધાર કાર્ડ ચેક કર્યું હતું અને શંકાસ્પદ વ્યક્તિને જવા દીધો હતો બાદમાં આ આધાર કાર્ડ પણ નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શહેર પોલીસ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ વ્યક્તિ જાણે કે હવામાં અદ્રશ્ય થઈ ગયો હોય તેમ પોલીસને હાથ લાગ્યો ન હતો. અને ‘ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા’ મારવા જેવો ઘાટ સર્જાયો હતો. આમ, જાગૃત નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યાં છે ત્યારે પોલીસ પોતાની ફરજ નિભાવવાને બદલે આવા શખ્સોને જવા દેતી હોવાથી પોલીસની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
બે દિવસમાં પહેલા જેસીંગપરામાં શંકાસ્પદ શખ્સોના આંટાફેરા
અમરેલીના જેસીંગપરામાં બે દિવસ પહેલા ભીખ માંગવાના બહાને અમુક શંકાસ્પદ શખ્સો આંટાફેરા કરતા હોવાનું સામે આવ્યું હતું. જા કે ત્યારે ભીખ માંગતા હોવાનું સમજી નાગરિકોએ આંખ આડા કાન કર્યા હતા પરંતુ જે રીતે આ શંકાસ્પદ શખ્સો શહેરના હિન્દુ વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યાં છે ત્યારે આ શખ્સોની યોગ્ય તપાસ થવી જરૂરી છે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે.
શંકાસ્પદ શખ્સોની પુછપરછ કરવા અપીલ
અમરેલીના ચક્કરગઢ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં આંટાફેરા કરતા શખ્સોને નાગરિકોએ પકડી પોલીસને જાણ કરી હતી જા કે પોલીસની બેદરકારીને કારણે આ શખ્સોને છોડી મુકવામાં આવ્યા હતા ત્યારે શહેરના તમામ વિસ્તારમાં શંકાસ્પદ શખ્સો આટાંફેરા કરતા નજરે પડે તો આવા શખ્સોની પુછપરછ કરી તેના દસ્તાવેજાની તપાસ કરી પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.








































