દિપાવલી પર્વ પર ચોપડા પૂજનનું ખુબજ મહત્વ હોય છે. શુભ ચોઘડીયામાં વેપારીઓએ ચોપડા પૂજન કરી લક્ષ્મીપુજા કરી હતી તેમજ આવનાર સં.ર૦૭૮નાં વર્ષ વેપાર-ધંધામાં તેજી આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર ઉપર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા વેપારીઓ માટે ખુબજ મહત્વની હોય છે.