અમરેલી શહેરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતાં વૃદ્ધે વિચાર વાયુમાં ઝેરી દવા પીધી હતી. આ અંગે જનકદાસ નર્મદાશંકર ત્રિવેદી (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, તેઓને તેમનું જીવન એકલવાયું લાગતું હતું અને મનમાં આના કરતાં મરી જવું સારું તેવા વિચારો આવતા હતા. આથી પોતાની મેળે ઝેરી દવાની બોટલમાંથી બે ઘુંટડા ભરી લીધા હતા.