અમરેલી શહેરમાં એક યુવકને વીજશોક લાગતાં કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ખાંભાના નાનુડી ગામે પ્રૌઢ કૂવામાં ડૂબી જતાં મરણ પામ્યા હતા.
અમરેલીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતાં વિનુભાઈ બચુભાઈ જીંજરીયા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ વિશાલભાઈ વિનુભાઈ જીંજરીયા (ઉ.વ.૨૪)ને ઈલેક્ટ્રિક શોક લાગતા દાઝી જતાં મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. ખાંભાના નાનુડી ગામે રહેતા જગદીશભાઈ ખીમજીભાઈ વોરા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, ભાદાભાઈ મનજીભાઈ વોરા (ઉ.વ.૭૬) કૂવા પાસે કામ કરતી વખતે કૂવામાં પડી જતાં પાણી પી જવાથી મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.










































