વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં “Ending Plastic Pollution Globally” થીમ પર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વિવિધ કચેરીઓ દ્વારા નાગરિકોને જાગૃત કરાઈ રહ્યા છે. સામાજિક વનીકરણ રેન્જ ધારી અને સાવરકુંડલા દ્વારા બાઢડા ગામે પ્લાસ્ટિક ફ્રી કેમ્પ યોજી વેસ્ટ પ્લાસ્ટિક એકત્રીકરણ કરાયું હતું. વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ધારીના ડાંગાવદર ખાતેના અલખ આશ્રમમાં પણ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરાયો હતો. એસ.ટી. વિભાગના કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા શપથ લીધા હતા. જિલ્લામાં ૫ જૂન સુધી પર્યાવરણ દિવસની ઉજવણીના અનેક કાર્યક્રમોનું આયોજન છે.