અમરેલીમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર મકવાણા તથા મિતેષ ચુડાસમા દ્વારા વિશ્વ એઇડ્‌સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટી.બી. વિભાગ, તાલુકા હેલ્થ કચેરી, અર્બન હેલ્થ સેન્ટર અને પ્રેસ મીડિયાના કર્મચારીઓને રેડ રીબીન બાંધી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.