વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં ‘માય સિટી માય રન’ તેમજ ‘એનવિઝન અમરેલી ૧૦ કિમી અને ૫ કિમી રન’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ મેરેથોનમાં આશરે ૫૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એનવિઝન એનર્જી, ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ દોડીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ આ આયોજન કરાયું હતું. એનવિઝન એનર્જીના સીએસઆર હેડ શંકર તેમજ જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ અને પોલીસ વિભાગના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.