અમરેલીમાં મોઢ વણિક કમ્યુનિટી પ્રોપર્ટી, પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગૃહ અને સુદર્શન નેત્રાલય દ્વારા ગુરુવારે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્ર આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય ડો. કાલિન્દી પરીખ, ડો. પલકબેન મોદી, રાજુભાઇ પરીખ, કુમારકાકા શુકલ, ભાગીરથીબેન સોલંકી, કીર્તિભાઇ ભટ્ટના હસ્તે થયું હતું. આ કેમ્પમાં ૬૨ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ૨૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન સુદર્શન નેત્રાલય દ્વારા કરાશે. જરૂરીયાતમંદ લોકોને રાહત દરે ચશ્મા અપાશે. આ કેમ્પમાં સંજયભાઇ પરીખે સેવા આપી હતી. આ કેમ્પ એક વર્ષ સુધી દર મહિનાના બીજા ગુરુવારે યોજાશે.