સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય, અમરેલી ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. હેડ કોન્સ્ટેબલ નૈતિકભાઈ બાબરીયા અને પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ ખાન દ્વારા વિદ્યાર્થીઓને સાયબર લગત માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો સાથે થતા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ, જેમ કે સ્ક્રીન શેરિંગ એપ OTP ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડિયો કોલ અને આર્મીમેનનું નામ ધારણ કરીને થતી છેતરપિંડી અંગે
જાગૃતિ લાવવાનો હતો. લોકોને આવા ફ્રોડનો ભોગ બનતા અટકાવવા અને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા માટે જરૂરી માહિતી સાથે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.