કોઇના લગ્નમાં કે અન્ય કોઇ ખુશીના પ્રસંગમાં તમે ઢોલ-નગાડા વાગતા તો તમે સાંભળ્યા જ હશે, પણ શું તમે કોઇની અંતિમયાત્રામાં ઢોલ-નગાડા વાગતા જોયા છે ? જો કે ગુજરાતના અમરેલીમાં ખીજડીયા ગામે વાજતે-ગાજતે એક મહિલાની અંતિમયાત્રા નીકળી છે. સંતાન નહીં સંબંધીઓએ આ મહિલાની અંતિમ ઈચ્છા પુરી કરી છે.
અમરેલીના વડીયા તાલુકામાં એક અંતિમયાત્રાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી. કારણ એ હતું કે અંતિમયાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. સાથે જ અબીલ ગુલાલ પણ ઉડાડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે બેન્ડવાજા વરઘોડામાં જાવા મળે, પરંતુ ખીજડીયા ગામે ધામધૂમપૂર્વક નીકળેલી અંતિમયાત્રાએ ચર્ચાનું કારણ બની. ૧૦૧ વર્ષના વૃદ્ધા સાકરબેન હરખાણીને સંતાન ન હોવાથી સંબંધીઓએ અંતિમ ઈચ્છા પ્રમાણે અંતિમવિદાય આપી. અંતિમરથ શણગારી “અંતિમયાત્રા” નીકાલતા ગ્રામજનો સહિત સગાસબંધી મોટી સંખ્યામાં જાડાયા. સગાસંબંધીઓને અગાઉથી જ સાકરબાએ કહ્યું હતું કે, અંતિમવિધિ કેવી રીતે કાઢવી.
સગા સંબંધીઓ અનુસાર, ૧૦૧ વર્ષના વૃદ્ધ સાકરબાને અત્યાર સુધી કોઈ બીમારી પણ ન હતી કે અત્યાર સુધી કોઈ દવાઓ પણ લીધી ન હતી. ૧૦૦
આભાર – નિહારીકા રવિયા વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવ્યા બાદ કોઈ બીમારી વગર જીવન જીવ્યા. અવસાન બાદ પરિવારે પણ ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક બેન્ડવાજા અને ઢોલ સાથે અંતિમવિદાય આપી સાકરબાની ઈચ્છા પૂર્ણ કરી.