અમરેલી શહેરમાં સાસુ-વહુના ઝઘડાનો ચોંકાવનારો કિસ્સો પોલીસમાં નોંધાયો હતો. વહુએ સાસુને જાનથી મારી નાખવાના ઈરાદે અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં નાખીને મોટર ચાલુ કરી દીધી હતી. બનાવ સદંર્ભે આશાબેન શાંતીલાલ કુકડીયા (ઉ.વ.૫૬)એ પુત્રવધૂ અક્ષીતાબેન તેજસભાઈ કુકડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તેમની પુત્રવધૂ સાથે કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનું વહુએ મનદુઃખ રાખી ઘરના ફળીયામાં આવેલા અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં જાનથી મારી નાખવાના ઈરાદે નાખી દીધા હતા. ઉપરાંત તેઓ બહાર ન નીકળી શકે તે માટે ટાંકાનું ઢાંકણું બંધ કરીને માથે ઉભા રહી ગયા હતા. તેમનો મદદ માટે અવાજ બહાર ન જાય તે માટે પાણીના ટાંકાની મોટર પણ ચાલુ કરી દીધી હતી.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ઓડેદરા વધુ તપાસ કરી રહ્યા છે.