સમગ્ર વિશ્વમાં ૧૦મી એપ્રિલના રોજ ‘વર્લ્ડ મેમણ ડે’તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે અમરેલીમાં વસતા મેમણ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અબ્દુલ્લાબિન અબ્બાસ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત કુરાન-એ-પાકની તિલાવત અને દુઆ સાથે કરવામાં આવી હતી. આ
આભાર – નિહારીકા રવિયા અવસરે સમાજના અગ્રણીઓએ મેમણ જ્ઞાતિના ભવ્ય ઇતિહાસ અને તેમની પરોપકારી પરંપરા પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, મેમણ સમાજ હંમેશા પોતાની વેપાર કૌશલ્યની સાથે માનવતાવાદી કાર્યો અને ઉદારતા માટે વિશ્વભરમાં જાણીતો છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ હાજી યુનુસભાઈ દેરડીવાલા, યૂથ વિંગના કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી સહિત રાજુભાઇ મિલન અને અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, યુવાનો અને વડીલોએ હાજરી આપી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.







































