અમરેલીમાં વરલી મટકાનો જુગાર રમાડતાં એક આધેડ સહિત બે શખ્સ પોલીસ પકડમાં આવ્યા હતા. તેની પાસેથી ૧૬ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ફીકભાઇ સમદુમીયા સૈયદ (ઉ.વ.૫૨) તથા ફીકભાઇ અમીનભાઇ સરધારીયા (ઉ.વ.૩૫) જાહેરમા આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમાડતાં કુલ રોકડા રૂ.૧૧૩૦૦ સાથે મળી આવ્યા હતા. પોલીસે મોબાઇલ સહિત કુલ ૧૬,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કૌશીકભાઇ જેઠસુરભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.