વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૪મા જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત એક લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ, જિલ્લા કક્ષા સ્પોટ્ર્સ સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્કાઉટ અને ગાઇડ્સના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે સેવા, સદભાવના અને પર્યાવરણ રક્ષણ સાથે વૃક્ષારોપણ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.કાર્યક્રમમાં CF સેંથિલન કુમારન (કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ રાજકોટ સર્કલ), A.C.F (અમરેલી) શેખ સર, R.F.O (અમરેલી) ખાખસ જ્યોતિબેન તેમજ તમામ વન વિભાગના અધિકારીઓ, તેમજ મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ ગજેરા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ પર્યાવરણ જતન અંગેનો સંદેશ સાથે સર્વોચ્ચ નેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.