ઈનર વિલ ક્લબ આૅફ અમરેલી ગીર અને અમરેલી કપોળ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે “વિમેન્સ એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ” નો સમસ્ત વણિક સમાજ જ્ઞાતિ માટે પાંચ દિવસીય વર્કશોપ યોજાયેલ હતો. આ વર્કશોપ તા. ૫/ર/ર૦રપ થી ૯/૨/૨૦૨૫ દરમિયાન અમરેલી કપોળ મહાજન વાડીમાં યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં બહેનો તથા દીકરીઓ જોડાયા હતા. જેની તાલીમ કરાટે એક્સપર્ટ પાર્થ કામોઠી દ્વારા આપવામાં આવેલ. આ વર્કશોપના અંતે તમામને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા અને સમસ્ત વણિક જ્ઞાતિના પ્રમુખો હાજર રહ્યા હતા.