અમરેલીમાં એક યુવકને લોનનું દેવું થઈ જતાં યુવકે ઝેરી દવા પીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે ગીતાબેન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, મનસુખભાઈ અમૃતભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)ને લોનનું દેવું થઈ જતાં હપ્તા ભરી શકતા નહોતા. જેથી મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એમ. ભટ્ટી વધુ તપાસ કરી રહ્યા છે.