અમરેલીમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૯-૦૬-૨૦૨૫ના દિવસે ટ્રસ્ટનાં કાર્યાલય ખાતે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લેઉવા પટેલ જ્ઞાતિબંધુઓ દ્વારા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ યાત્રિકો અને ત્યારબાદ ખાસ અમરેલી જિલ્લાના લેઉવા પટેલ જ્ઞાતિના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ ડી.કે. રૈયાણીએ શોક ઠરાવ રજૂ કર્યો હતો. આ સભામાં રાજકીય આગેવાનો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો, ખોડલધામના કન્વીનરો, સરદારધામનાં હોદ્દેદારો તથા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના કોર કમિટીના સભ્યો, કારોબારીના સભ્યો, સલાહકાર સભ્યો, શહેરના વેપારીઓ, વેવિશાળ કમિટીના સભ્યો, શિક્ષણ કમિટીના સભ્યો સહિત અમરેલીના વિવિધ વિસ્તારોના કન્વીનરો હાજર રહ્યા હતા.









































