અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી થઇ રહેલ હોય ત્યારે અમરેલીમાં પણ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શુક્રવારે શહેરના સરદાર સર્કલ, ફોરવર્ડ સ્કૂલ પાસે સરદાર પટેલની પ્રતિમાને સમસ્ત લેઉવા પટેલ સમાજ વતી પુષ્પાંજલિ અર્પણ કરેલ. આ તકે સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા, વીરજીભાઈ ઠુંમર, અશ્વિનભાઈ સાવલિયા, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ કાછડીયા, ડો. જી.જે. ગજેરા, ડો. ચંદ્રેશ ખુંટ, સંજય માલવિયા, દિનેશ સાવલિયા, સંજય રાજપરા, દિનેશ વેકરીયા, રાજુ ગઢિયા, જે.પી. સોજીત્રા, ખોડલધામ ટીમ, સરદારધામ અને લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ તેવું રાજેશભાઈ માંગરોળીયા દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.










































