અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. અમરેલી શહેરમાં પણ શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. એકતાના પ્રતિક એવા સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરને શુક્રવારના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરદાર સર્કલ, ફોરવર્ડ સ્કૂલ પાસે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ માટે મોટી સંખ્યામાં શહેરીજનોને પધારવા માટે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






































