લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા કુમાર પ્રાથમિક શાળા-જેસીંગપરા ખાતે આજે લાયન્સ પુસ્તકાલય જ્ઞાન પરબનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ તકે લાયન્સ પ્રમુખ રાજેશભાઇ વિઠ્ઠલાણી, દિનેશભાઇ ભુવા, કાંતીભાઇ વઘાસિયા, સ્કૂલના આચાર્ય મયુરભાઇ ગોહિલ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચનો પણ થયેલ. નગરપાલિકાના સદસ્ય સંદીપભાઇ માંગરોળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.