લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ફટાકડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ભીડભંજન મંદિર પાસે આ ફટાકડાના સ્ટોલનું ઉદ્ઘાટન ક્લબના પદાધિકારીઓ જયેશ પંડ્યા અને કૌશિક હપાણીએ કર્યું હતું. આ તકે લા. પ્રમુખ બકુલ ભટ્ટ, દિનેશભાઇ ભુવા, કાંતિલાલ વઘાસિયા, રજનીકાંત ધોરાજિયા, રાજુભાઇ પરીખ, નંદલાલ તળાવીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા બીજા સ્ટોલનું ઉદ્ઘાટન ગાંધી બાગ પાસે લાયન નંદલાલ વઘાસીયા દ્વારા કરવાનું આયોજન છે. આ ફટાકડાના વેચાણથી જે આવક થશે તેનો ઉપયોગ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે.




































