લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરીયાતમંદ બાળકોમાં હળવા પ્રકારના ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શીતલ આઇસક્રીમના સહયોગથી ક્લબ દ્વારા પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ક્લબના પ્રમુખ રાજેશ વિઠ્ઠલાણી, દિનેશભાઇ ભુવા, રાજુભાઇ પરીખ, બકુલભાઇ ભટ્ટ સહિત લાયન સદસ્યો અને શીતલ આઇસક્રીમના કર્મચારીઓ જોડાયા હતા.