અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા સરદાર સર્કલ ખાતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબના પ્રમુખ લા. બકુલભાઈની આગેવાની હેઠળ રજનીકાંત ધોરાજીયા, રાજુભાઈ પરીખ, ગોરધનભાઈ, મેહુલ બાબરીયા, દલસુખ રામોલીયા તથા અન્ય લાયન્સ સદસ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને એકતાના પ્રતિક સમા આ મહાન પુરુષના ચરણોમાં ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લા. રાજુભાઈ પરીખે જણાવ્યું હતું કે, સરદાર સાહેબનું જીવન અને કાર્યો સમગ્ર રાષ્ટ્ર માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે, તેથી તેમની જન્મજયંતિની ઉજવણી કરવી એ સૌ માટે ગૌરવની વાત છે.







































