અમરેલીના ગુરુદત્ત પેટ્રોલ પંપ પર નોકરી કરતાં એક યુવકે લાઇનમાં વચ્ચે ઘુસેલા યુવકને આડેથી ગેસ નહીં પૂરાવવાનું કહેતા ધમકી આપી હતી. જે અંગે સિદ્ધાર્થભાઈ મહેશભાઈ ડાંગર (ઉ.વ.૨૦)એ નાગરાજભાઈ જનકભાઈ વાળા તથા પુષ્પરાજભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.
સિદ્ધાર્થભાઈ ગુરૂદત્ત પેટ્રોલ પંપે નોકરી પર હાજર હતા તે સમયે નાગરાજભાઈ વાળા તેની ફોર વ્હીલમાં ગેસ પુરાવવા લાઇનમાં રહ્યા વગર આડેથી ગેસ પુરાવવા આવ્યા હતા. જેથી તેમણે આડેથી ગેસ પુરાવવાની ના પાડતા ગાળો બોલી જાનથી મારી નાંખવાની અને પેટ્રોલ પંપ બંધ કરાવી દેવાની ધમકી આપી મુંઢ માર માર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.