બાબરાની યુવતી વિભૂતિ દવેના લગ્ન સમયે લગ્ન વિધિ પહેલા પ્રથમ અંગ્રેજી નવલકથા ‘ફ્રેન્ડશીપ અ હોલી રીલેશન’નું વિમોચન મંડપ નીચે લેખિકાના પિતા અને જાણીતા લેખક અને કવિ ડો. પ્રકાશ દવેના હસ્તે કરવામાં આવ્યુ હતું. સર્જકના લગ્ન સમયે જ પુસ્તકનું વિમોચન કરવામાં આવતા આ પુસ્તકને આવકાર મળી રહ્યો છે.